- Home
- Standard 11
- Chemistry
તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?
Solution
ભારત સરકારે તાજમહેલને એસિડ વર્ષાથી બચાવવા $1995$ માં એક 'તાજ ટ્રેપેઝિયમ' નામની યોજના શરૂ કરી. જેમાં તાજમહેલની આસપાસના શહેરોની હવાને શુદ્ધ કરવા પ્રયત્નો કરાય છે.
જેના માટે $2000$ થી વધુ પ્રદૂષણ કરનારા ઉધોગો કોલસો અને ઓર્લના બદલે કુદરતી વાયુ અથવા પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ કરે છે.
આ કુદરતી વાયુ માટે નવી પાઈપલાઈન નખાઈ અને તેનાથી $5$ લાખ ધનમીટર કુદરતી વાયુ આ ક્ષેત્રમાં લાવી શકાય છે.
શહેરના રહેવાસીઓને દૈનિક જીવનમાં કોલસા, કેરોસીન અને લાકડાને બદલે $LPG$ ના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
તેમજ તાજમહેલની આજુબાજુના મુખ્ય ધોરી માર્ગો પર ચાલતા વાહનોમાં ઓછા સલ્ફરવાળા ડીઝલનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવામાં આવી.
Similar Questions
નીચે વિભાગ $-I$ માં આપેલા રજકણ પ્રદૂષકોને, વિભાગ $-II$ માં આપેલ તેના કણો સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$
ધુમાડો |
$(1)$ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન થતી બાપની ઠારણ ક્રિયાથી ઉત્પન્ન થાય છે. |
$(B)$ ધૂળ | $(2)$ બારીક ઘન કણ |
$(C)$ ) ધુમ્મસ | $(3)$ ફેલાયેલ પ્રવાહીનાં કણો અને વરાળના ઠારણથી ઉત્પન્ન થાય. |
$(D)$ ધૂમ | $(4)$ કાર્બનિક પદાર્થનાં દહનથી ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કણોનું મિશ્રણ. |